મારે રહેવું રામાધણી નાં રાજ માં || નીચે લખેલું છે કિર્તન || ગમે તો લાઇક કરજો || કષ્ટભંજન કિર્તન
કષ્ટભંજન કિર્તન || નયના બેન લાડવા કષ્ટભંજન કિર્તન || નયના બેન લાડવા
99.4K subscribers
6,635 views
108

 Published On Oct 18, 2024

અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
__________________ કિર્તન ___________________
સાખી......
રામા કહુ કે રામદેવ હીરા કહુ કે લાલ
જેને મારો હિંદવો પીર ભેટીયા એ નર થઈ ગયા
હે મારે રહેવું રામા ધણી ના રાજ માં રે
ક્યાં સુધી રહેવું લોકલાજ માં રે
ક્યાં સુધી શરમાવું નાત જાતમાં રે
હે મારે રહેવું રામા ધણી ના રાજ માં રે
રાત દાડા રટન ગુરુનું લાગ્યું રે
ભવ સાગર નું દુઃખ બધું ભાગીયુ રે
હે મારે રહેવું રામા ધણી ના રાજ માં રે
એવા દુરી જન દેખીને ઘણા દાઝશે રે
કુબુદ્ધિ હશે તે ગાજશે રે
હે મારે રહેવું રામા ધણી ના રાજ માં રે
ક્યાં સુધી રહેવું લોકલાજ મારે
ક્યાં સુધી શરમાવું નાત જાત મારે
હે મારે રહેવું રામા ધણીના રાજમાં રે
ભક્તિ કરતા ને દુઃખ ભલેને આવતું રે
ઓલા નુગરા બોલે મન ફાવતું રે
હે મારે રહેવું રામા ધણી ના રાજ માં રે
ભક્તિ કરવી ને ડરવું બેને નહીં બને રે
આવી પલમાં હરિ કોઈને નહીં મળે રે
હે મારે રહેવું રામા ધણી ના રાજમાં રે
હે મારા સાચા બેલી ગુરુ રામ છે રે
હે મારા સાચા બેલી સીતારામ છે રે
હે મારા સાચા બેલી મામાદેવ છે રે
પછી મારે બીજાનું શું કામ છે રે
હે મારે રહેવું રામા ધણી ના રાજમાં રે
હવે ધર્મ બીજો નથી ધારવો રે
હાથે કરીને ભવ નથી હારવો રે
હે મારે રહેવું રામા ધણીના રાજમાં રે
ક્યાં સુધી રહેવું લોકલાજ મારે
ક્યાં સુધી શરમાવું નાત જાતરમાં રે
મારે રહેવું રામા ધણીના રાજમાં રે
આવું દયારામ બોલ્યા રે
આવા નર રે નારીનો બેડો પાર છે રે
હે મારે રહેવું રામા ધણીના રાજમાં રે
ક્યાં સુધી રહેવું લોકલાજ મારે
ક્યાં સુધી શરમ આવું નાત જાત મારે
હે મારે રહેવું રામા ધણી ના રાજ માં રે

show more

Share/Embed