પાંચ વર્ષના ગણપતિ દાદા || ગણપતિ દાદા નું સુંદર કિર્તન || નીચે લખેલું છે કિર્તન || કષ્ટભંજન કિર્તન
કષ્ટભંજન કિર્તન || નયના બેન લાડવા કષ્ટભંજન કિર્તન || નયના બેન લાડવા
99.4K subscribers
12,150 views
131

 Published On Sep 12, 2024

અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
________________ કિર્તન ________________
વપાંચ વર્ષના ગણપતિ દાદા
રમે છે કૈલાશધામ દેવલોક જોવાને આવે
સોના રૂપા ના બાજોઠ ઢળાવીયા
નવડાવે ગંગા માત દેવલોક જોવાને આવે
જનોઈ ના જોટા માં પાર્વતી પહેરાવે
કેસરિયા વાઘા સોહાય દેવલોક જોવાને આવે
કેડે કંદોરો માં પાર્વતી પહેરાવે
ઘૂઘરી નો થાય રણકાર દેવલોક જોવાને આવે
રમતા રમતા ગણેશ પડે છે
ઉપાડી લે પાર્વતી માતા દેવલોક જોવાને આવે
ભોળા શંભુ એ એમને ખોળામાં લીધા
ફેરવે છે માથે હાથ દેવલોક જોવાને આવે
રડતા રડતા ગણેશજી બોલ્યા
માતા અમને લાગી છે ભૂખ દેવલોક જોવાને આવે
ગંગા માતા તો લાડુ બનાવે
પાર્વતી પીરસે પકવાન દેવલોક જોવાના આવે
ગણેશજીની બાળલીલા જે કોઈ ગાય છે
થાશે એનો બેડો પાર દેવલોક જોવાને આવે
પાંચ વર્ષના ગણપતિ દાદા
રમે છે કૈલાશધામ દેવલક જોવાને આવે

show more

Share/Embed