નવરાત્રી નિમિત્તે સીતા રામ નો ગરબો || નીચે લખેલું છે કિર્તન || ગમે તો લાઇક કરજો || કષ્ટભંજન કિર્તન
કષ્ટભંજન કિર્તન || નયના બેન લાડવા કષ્ટભંજન કિર્તન || નયના બેન લાડવા
99.4K subscribers
9,968 views
129

 Published On Oct 2, 2024

અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
________________ કિર્તન ______________
રામે રૂડો ગરબો કરાવ્યો સીતાજી રમવા જાય
શ્રી રામ જય રામ જય જય રામ
રમતા રમતા ઓછુ રે આવે કાચડીએ મન જાય
શ્રી રામ જય રામ જય જય રામ
કોણ સીતા ને કાછડી સિવડાવે કોણ લડાવે રૂડા લાડ
શ્રી રામ જય રામ જય જય રામ
રામ સીવડાવે કાચડી સીતાને લક્ષ્મણ લડાવે રૂડા લાડ
શ્રી રામ જય રામ જય જય રામ
પંચવટી માં રામે મઢુલી બનાવી ત્યાં કર્યો છે રામેવાસ
શ્રી રામ જય રામ જય જય રામ
જોગીના વેશે રાવણ આવ્યો ભિક્ષા દેવા સીતા નર
શ્રી રામ જય રામ જય જય રામ
થાળ ભરીને સીતા વન ફળ લાવ્યા લ્યો ને જોગી ભીક્ષ
શ્રી રામ જય રામ જય જય રામ
છેટે થી ભિક્ષા અમે નથી લેતા લાગે મારા ગુરુજીને ગાળ
શ્રી રામ જય રામ જય જય રામ
પેલો પગ તો પાવડીએ મેલ્યો બીજો મેલ્યો મઢી બાર
શ્રી રામ જય રામ જય જય રામ
ખંભે ચડાવીને રાવણ ચાલ્યો લઈ ગયો લંકા મોજાર
શ્રી રામ જય રામ જય જય રામ
મૃગલો મારીને રામજી રે આવ્યા ન જોયા સીતા નાર
શ્રી રામ જય રામ જય જય રામ
રામ રુવે ને લક્ષ્મણ વિનવે રુદન કરવામાં મોટાભાઈ
શ્રી રામ જય રામ જય જય રામ
સીતા સરીખા અમે પરણાવીશું સીતા ધરાવશું એના નામ
શ્રી રામ જય રામ જય જય રામ
ભરી સભામાં રામે બિડલા ફેરવ્યા બિડલા લ્યો કોઈ હાથ
શ્રી રામ જય રામ જય જય રામ
અંજનીના જાયા હનુમાન આવ્યા બિડલા લીધા એને હાથ
શ્રી રામ જય રામ જય જય રામ
હાંક મારીને હનુમાન ચાલ્યા ગયા એ તો લંકા ગઢ
શ્રી રામ જય રામ જય જય રામ
મંદિરે જોયા માળીયા રે જોયા જોય વળ્યા બાવળી બજાર
શ્રી રામ જય રામ જય જય રામ
મેડી રે જોયા મોલ રે જોયા જોઈ લીધો રાવણનો બાગ
શ્રી રામ જય રામ જય જય રામ
આસોપાલવના ઝાડવાની નીચે ત્યારે બેઠા છે સીતા માત
શ્રી રામ જય રામ જય જય રામ
હનુમાનજીએ મુદ્રિકા આપી આપી છે સીતાજીને હાથ
શ્રી રામ જય રામ જય જય રામ
વાનર વીર તું ક્યાંથી રે આવ્યો શું છે તમારું નામ
શ્રી રામ જય રામ જય જય રામ
પંચવટી થી હું આવ્યો માતાજી હનુમાન મારું નામ
શ્રી રામ જય રામ જય જય રામ
હનુમાન વીર તને કોણે રે મોકલ્યા કોણે દીધા એંધાણ
શ્રી રામ જય રામ જય જય રામ
માતા મુજને રામે રે મોકલ્યા લક્ષ્મણ એ દીધા એંધાણ
શ્રી રામ જય રામ જય જય રામ
માતા મુજને ભૂખરે લાગે ક્યો તો વન ફળ ખાવ
શ્રી રામ જય રામ જય જય રામ
વીરા હનુમાન ઘેલું શું બોલ્યા નીચે પડેલા ફળ ખાવ
શ્રી રામ જય રામ જય જય રામ
હનુમાન એ મુળેથી ઝાડવારે ખેંચ્યા ખેંચ્યા બધા વન ફળ ડાળ
શ્રી રામ જય રામ જય જય રામ
સીતાજી નો સંદેશો લઈ હનુમાનજી આવ્યા આવ્યા છે રામની પાસ
શ્રી રામ જય રામ જય જય રામ
રામે રૂડો ગરબો કોરાવ્યો સીતાજી રમવા જાય
શ્રી રામ જય રામ જય જય રામ

show more

Share/Embed