શ્રવણ સરીખા માં ને દીકરા || નીચે લખેલું છે કિર્તન || સ્વરઃ નયનાબેન લાડવા || કષ્ટભંજન કિર્તન
કષ્ટભંજન કિર્તન || નયના બેન લાડવા કષ્ટભંજન કિર્તન || નયના બેન લાડવા
99.5K subscribers
55,337 views
435

 Published On Mar 12, 2024

અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
_________________ કિર્તન __________________
શ્રવણ સરીખા માં ને દીકરા રે લોલ
હે આંધળા માં બાપ ને લઇ જાય જો.
શ્રવણ સરીખા માં ને દીકરા રે લોલ
અડસઠ તીરથ કરવા નીકળ્યો રે લોલ
હે મારગ માં લાગી માં ને પ્યાસ જો
શ્રવણ સરીખા માં ને દીકરા રે લોલ
કાવડ ઉતારી વડને છાંયડે રે લોલ
હે શ્રવણ પાણી ભરવા જાય જો
શ્રવણ સરીખા માં ને દીકરા રે લોલ
સરીયુ માં ઘડુલો ડુબાડીયો રે લોલ
હે સાવજ જાણી માર્યું દશરથે બાણ જો
શ્રવણ સરીખા માં ને દીકરા રે લોલ
બાણ વાગ્યું શ્રવણ ની પીઠ માં રે લોલ
હે શ્રવણ નાં પ્રાણ નીકળી જાય જો
શ્રવણ સરીખા માં ને દીકરા રે લોલ
આંધળા માં બાપ રાહ જોઈ રહ્યા રે લોલ
હે દશરથ રાજા પાણી ભરી આવે જો
શ્રવણ સરીખા માં ને દીકરા રે લોલ
શ્રવણ મારો નથી લાગતો રે લોલ
હું છું દશરથ બેની તારો વીર જો
શ્રવણ સરીખા માં ને દીકરા રે લોલ
સાવજ ભરોસે બાણ મારીયુ રે લોલ
હે મારા હાથે ભાણેજ નાં પ્રાણ જાય જો
શ્રવણ સરીખા માં ને દીકરા રે લોલ
ફટ રે પાપી માર્યો મારો દીકરો રે લોલ
એ રે પાણી કંઠે નહીં જાય જો
શ્રવણ સરીખા માં ને દીકરા રે લોલ
આંધળા માં બાપે શ્રાપ આપ્યો રે લોલ
હે થાજે તું પુત્ર વિયોગ જો
શ્રવણ સરીખા માં ને દીકરા રે લોલ
શ્રવણ વિયોગે માં બાપ રોઇ પડ્યા રે લોલ
આંધળા નાં તરસે પ્રાણ જાય જો
શ્રવણ સરીખા માં ને દીકરા રે લોલ
સખી મંડળ કહે છે સૌને રે લોલ
શ્રવણ સરીખા થઈ રહેજો
શ્રવણ સરીખા માં ને દીકરા રે લોલ
શ્રવણ સરીખા માં ને દીકરા રે લોલ

show more

Share/Embed