અંતરને આરાધે વાલા મારા આવજો Gujarati kirtan( નીચે લખેલું છે)
Namo Narayan kirtan Namo Narayan kirtan
2.45K subscribers
13,343 views
132

 Published On Sep 26, 2024

અંતરને આરાધે વાલા મારા આવજો Gujarati kirtan( નીચે
લખેલું છે)
#NamonarayanKirtan
#RekhabenMalankiya
#haribhajan #satsang_kirtan #gujarati_traditional_kirtan #bhajan_kirtan #gujarati_bhakti_geet #gujarati_kirtan #ભક્તિ_સંગીત #sitaram #ગુજરાતી_કીર્તન
#gujarati_bhakti_geet #rekhabenmalankiya #bhajan_kirtan #haribhajan #sitaram #ગુજરાતી_કીર્તન #ભક્તિ_સંગીત #gujarati_kirtan #satsang_kirtan
🌹🌹
મારા અંતરને આરાધે પ્રભુ તમે આવજો
એવા આવજો આવજો સંતો ભક્તોને સાથ રે
મારા અંતરને આરાધે પ્રભુ તમે આવજો

મેં તો સાધુ રે સંતોના તેડાં કરિયા
એવા આવજો આવજો તમે ભક્તોને સાથ રે
મારા અંતરને આરાધે પ્રભુ તમે આવજો

ગામને છેવાડે વાલા મારી ઝૂંપડી
મેં તો આંગણે વાવ્યા તુલસીના છોડ રે
મારા અંતરને આરાધે પ્રભુ તમે આવજો

આવું લીપેલું ગુંપેલું વાલા મારુ આંગણું
મારે આંગણે મેં તો બાંધી ગોરી ગાય રે
મારા અંતરને આરાધે પ્રભુ તમે આવજો

આવી આપેલી નિશાની વાલા યાદ રાખજો
તમે ભૂલથી નો જાતા બીજે ઘેર રે
મારા અંતરને આરાધે પ્રભુ તમે આવજો

વાલા ખાંડી રે ખુંડીને રાંધ્યો ખીચડો
ધાન રે ખાંડીને રાંધ્યો ખીચડો
એમાં ઉપર રેડ્યા તાજી ઘાણીના તેલ રે
મારા અંતરને આરાધે પ્રભુ તમે આવજો

તમને મીઠો રે લાગે તો પાછો માંગજો રે
વાલા નો માંગો તો તમને મારા સમ
મારા અંતરને આરાધે પ્રભુ તમે આવજો

વાલા જળ રે જમુનાની ઝારી ભરિયું
વાલા ભરી લઇ આવી ગંગાજીના નીર રે
મારા અંતરને આરાધે પ્રભુ તમે આવજો

વાલા લવિંગ સોપારી આપું એલચી
વાલા આપું તમને નાગરવેલનાં પાંદ રે
મારા અંતરને આરાધે પ્રભુ તમે આવજો

વાલા ઓઢી રે ઓઢી મેં તો નવરંગ ચૂંદડી
એના છેડે મેં તો બાંધ્યા ચારેય વેદ રે
મારા અંતરને આરાધે પ્રભુ તમે આવજો

વાલા ગામના લોકો કહે બાવરી રે
વાલા રાખું હું તો તારા ચરણમાં ધ્યાન રે
મારા અંતરને આરાધે પ્રભુ તમે આવજો

વાલા આવજો આવજો સંતો ભક્તોને સાથ
મારા અંતરને આરાધે પ્રભુ તમે આવજો

વાલા સંસારના સાગરમાં ડૂબે મારી નાવડી
વાલા નાવડીના તમે છો તારણહાર રે
મારા અંતરને આરાધે પ્રભુ તમે આવજો

વાલા સેવકની અરજી રે તમે સાંભળો
વાલા કરજો અમને ભવસાગરથી પાર રે
મારા અંતરને આરાધે પ્રભુ તમે આવજો

મારા અંતરને આરાધે પ્રભુ તમે આવજો
એવા આવજો આવજો સંતો ભક્તોને સાથ રે
મારા અંતરને આરાધે પ્રભુ તમે આવજો🙏🙏

   • હરિ વિના અંધારૂ મારા વાલા  ગુજરાતી કી...  

   • નંદલાલ આવજો હો આજે એકાદશી છે Gujarati...  

show more

Share/Embed