1+ નંબર ભજન☺️||વાહ કનૈયા વાહ રે વાહ||કાન્હા નું મજા નું ભજન||વાહ શું તાલ છે ||Gujarati Bhajan||
Satya Dharm Satya Dharm
58.3K subscribers
261,054 views
1.6K

 Published On Mar 4, 2023

_________🙏 જય શ્રીકૃષ્ણ 🙏_______________

વાહ કનૈયા વાહ રે વાહ -૨
વાહ કનૈયા વાહ રે વાહ - ૨

તારા તે ઘુણલા ભક્તો ગાય
વાહ કનૈયા વાહ રે વાહ -૨

નંદજી ના લાલા તમે -૨
જશોદા ના જાયા તમે -૨

ગોકુળ માં ગાયો ચારી તમે
વાહ કનૈયા વાહ રે વાહ -૨

વાહ કનૈયા વાહ રે વાહ -૨
તારા તે ઘુણલા ભક્તો ગાય -૨

મથુરા માં આવ્યા તમે -૨
વાસુદેવ દેવકી ઉઘાર્યા તમે -૨
ખૂબ મજાનું સંતાન લીધું તમે -૨

મામા તે કંશ ને માર્યા તમે
વાહ કનૈયા વાહ રે વાહ -૨

વાહ કનૈયા વાહ રે વાહ -૨
તારા તે ઘુણલા ભક્તો ગાય -૨
વાહ કનૈયા વાહ રે વાહ --૨

ગોપીઓનું માખણ ખાધું તમે -૨
રાધાજી ને રાસ રમાડ્યા તમે
વાહ કનૈયા વાહ રે વાહ -૨

રાધા કૃષ્ણ કેવાયા તમે
વાહ કનૈયા વાહ રે વાહ -૨

વાહ કનૈયા વાહ રે વાહ -૨
તારા તે ઘુણલા ભક્તો ગાય -૨

નરસિંહ ને જેલ માં પુરાવ્યો તમે -૨
ફૂલોનો હાર પેરાવ્યો તમે -૨
નાગરો ની નાત જમાડી તમે -૨

મામેરા પુરવા આવ્યા તમે
વાહ કનૈયા વાહ રે વાહ -૨

વાહ કનૈયા વાહ રે વાહ
તારા તે ઘુણલા ભક્તો ગાય -૨
વાહ કનૈયા વાહ રે વાહ

ગોપી મંડળ માં આવ્યા તમે
ભજન સાંભળવા આવ્યા તમે -૨


ગોપી ઓ ને દર્શન દીધા તમે
વાહ કનૈયા વાહ રે વાહ -૨

વાહ કનૈયા વાહ રે વાહ
તારા તે ઘુણલા ભક્તો ગાય -૨

મોરલી અવળા સવળી વાગે મોરલી સાથે લેતા જાઓ -૨
મારા બાલુડા ભગવાન તમે ક્યાં રોકાયા રાત -૨

તમે ક્યાં રોકાયા રાત તમને કોનો મળિયો સાથ -૨
અમે મેવાડ રોકાયા રાત એમને મીરા નો મળિયો સાથ -૨

મીરા ના ઘર માં રામધૂન લાગી ગોપાલ ધૂન લાગી
મીરા નો બેડો થયો પાર

મોરલી અવળા સવળી વાગે મોરલી સાથે લેતા જાઓ -૨
મારા બાલુડા ભગવાન તમે ક્યાં રોકાયા રાત -૨

અમે કામલી રોકાયા રાત એમને બ્રહ્માણી માં નો મળિયો સાથ -૨
ગોપી મંડળ માં રામધૂન લાગી ગોપાલ ધૂન લાગી
ગોપીઓનો બેડો થયો પાર પાર પાર

મોરલી અવળા સવળી વાગે મોરલી સાથે લેતા જાઓ -૨
મારા બાલુડા ભગવાન તમે ક્યાં રોકાયા રાત -૨

_________🙏 જય શ્રીકૃષ્ણ 🙏_______________

show more

Share/Embed