મેં તો ઝૂપડી બનાવી સંસારમાં રે || shiv shakti Seju ahir kirtan ||કીર્તન લખેલ છે.
Shiv shakti Seju ahir kirtan Shiv shakti Seju ahir kirtan
526 subscribers
5,463 views
59

 Published On Oct 18, 2024

મે તો ઝૂંપડી બનાવી સંસારમાં રે
મારે ઝૂપડી નો આવ્યો અભિમાન હું તો ભૂલી ગઈ ભગવાન ને રે
મારે જાજા દાણા ને જાજા રૂપિયા રે
મને રૂપિયાનો આવ્યો અભિમાન હું તો ભૂલી ગઈ ભગવાનને રે
મેં તો ઝૂપડી બનાવી સંસારમાં રે
મારે ઝૂંપડી નો આવ્યો અભિમાન....
મારે દીકરા દીકરિયું ને વવારુ રે
મારે વવારુ નો આવ્યો અભિમાન હું તો ભૂલી ગઈ ભગવાન ને રે
મે તો ઝૂપડી બનાવી સંસારમાં
મારે ઝુપડી નો આવ્યો અભિમાન....
મારે આંગણિયે ગંગાને જમુના રે
ઓલ્યા બ્રાહ્મણ તરસ્યા જાય હું તો ભૂલી ગઈ ભગવાન ને રે
મેં તો ઝૂપડી બનાવી સંસાર મારે
મારે ઝૂપડી નો આવ્યો અભિમાન....
મારે ઓરડે અનના ભંડાર ભર્યા રે
મારા ભાણેજ ભૂખ્યા જાય હું તો ભૂલી ગઈ ભગવાન ને રે
મેં તો ઝૂપડી બનાવી સંસારમાં રે
મારી ઝૂંપડી નો આવ્યો અભિમાન....
હું તો કરજોડીને કરું વિનંતી રે
મારા માફ કરો અપરાધ હું તો ભૂલી ગઈ ભગવાન ને રે
મને દેજો શ્રી વ્રજમાં વાસ હું તો ભૂલી ગઈ ભગવાન ને રે
મે તો ઝૂંપડી બનાવી સંસાર મા રે
મારે ઝૂપડી નો આવ્યો અભિમાન હું તો ભૂલી ગઈ ભગવાન ને રે


Shiv shakti Seju ahir kirtan
Radhe Radhe
Radhe Krishna
Satsang

#shivshaktisejuahirkirtan

#kirtan

show more

Share/Embed